લેવામાં જનમ તો જગમાં, ચાલી ના શકી કોઈ વાત તો તારી
છે જગમાં જનમ તો તારો, ગઈ છે બની એ તો હકીકત તારીને તારી
લેવો ના પડે જનમ ફરી તો જગમાં, બનાવી દે એને, હકીકત તું તારી
ગણે ભલે એને કર્મોના ફળ તારા, આવ્યા છે એ તો જન્મની સાથે તારી
દિશા ભૂલતો ના હવે તું એમાં, ભૂલવાની નથી હવે તો દિશા તો તારી
બની ગઈ છે જનમ, હકીકત તારી, બદલવી એને નથી કાંઈ હાથમાં તો તારી
લેવાઈ ગયો છે જનમ જ્યાં જગમાં, જનમની બાજી, સુધારવી છે હાથમાં તારી
ભાગીશ જ્યાં જગમાં, હશે જનમ સાથમાં, ચાલશે ના બુદ્ધિ એમાં તો તારી
મારશે કર્મો, જીવનના કર્મોને તારા, કરવા કર્મો એવા, છે જવાબદારી તારી
ચાલી ના વાત તારી, લેવામાં જનમ, કરવા કર્મો એવા, કહેતો ના ચાલી ના વાત તારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)