મારા ને મારા જીવનમાં, રહ્યાં બે મહાસાગરો તો સદા ટકરાતા
દુઃખસાગર ને સુખસાગરની વચ્ચે, રહ્યાં મોજા એના ટકરાતાને ટકરાતા
કદી એક સાગરના તો કદી બીજા સાગરના મોજા રહે એના ઊછળતા
એના મોજા જીવન ઉપર જ્યાં છવાઈ ગયા, દુનિયાને એમાં ભૂલી ગયા
ઊછળશે ક્યારે ક્યું મોજું તો જીવનમાં, અંદાજ એના ના કાઢી શકાતા
કદી લાંબા સમય સુધી રહે ઊછળતા, કદી ક્ષણ ક્ષણમાં તો એ બદલાતા
સાગરની મોજો વચ્ચે છે જીવન મારું, છે બંનેની વચ્ચે એ તો અથડાતું
છે બંને સાગર તો ખારા એવા, જીવનની મીઠાશ જગમાં નથી એ માણવા દેતા
નાના મોટા બીજા સાગરો, રહ્યાં છે એની સાથેને સાથે તો સદા ઊછળતા
મોજાની ઉપરને ઉપર ચાલે જો જીવન નાવડી, અસર તો એ નથી કરતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)