મળશે જીવનમાં તો કોઈ, હજારોમાં તો એક, તો કોઈ લાખોમાં એક
પણ મળશે જીવનમાં પ્રભુ તને તો જગમાં તો એકના એક
વિચારોને વિચારો જીવનમાં, જાગતાને જાગતા રહેશે તો અનેક
હશે વિચારોને વિચારો ભલે અનેક, હશે ઉત્તમ વિચાર એમાં પ્રભુનો તો એક
હશે ઉત્પાતને ઉત્પાત જીવનમાં, હશે ઉત્પાતનું અનેક કારણોમાં કારણ એક
કારણોને કારણો મળતા રહેશે અનેક, હશે કરણોમાં સાચું કારણ તો એક
તાળાઓને તાળાઓમાં, લગાવતાને લગાવતા જાશો ચાવીઓ ભલે અનેક
લગાવતા લગાવતા ચાવીઓ અનેક, ખૂલશે તાળું તો, હશે ચાવી એ એક
વાતોને વાતો સાંભળશો ને સાંભળશો જીવનમાં ભલે તમે તો અનેક
હશે એમાં સંસારભરની વાતો, હશે એમાંથી ઉત્તમ વાત તો પ્રભુની તો એક
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)