સમજશો તો સમજાઈ જાશે, ભાગશો તો દૂર રહી જાશે
છેં હાથમાં તો તમારા, કરવું શું જીવનમાં ને શું તો નહીં
પડશો વાદવિવાદમાં તો જીવનમાં, અટવાઈ એમાં તો જાશો
સરળતાથી વધશો આગળ જો જીવનમાં, પાસે તો પહોંચી જાશો
મથામણને મથામણ કરશો, નીતનવા પાસા, મળતા તો જાશે
વિશ્વાસ વિનાની નાવડી, તરીને તરીને પણ ડૂબી એ જાશે
ભરી ના હશે નિર્મળતા નયનોમાં, પરમ તેજ તો ઝીલી ના શકાશે
આંખ પરના પડળોને પડળો, તેજ સામે આંખ તો બિડાઈ જાશે
પળેપળ કિસ્મત, ચહેરા તારા બદલતું જાશે, ઓળખવું ખુદને મુશ્કેલ બનશે
કિસ્મતનું વાવાઝોડું વાતું રહેશે, હશે પકડયું વડ પ્રભુનું બની એમાં જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)