વારે-વારે વિનંતી શું કરવી તને રે માડી
પૂરી થાય ન થાય એક, ત્યાં તો જાગે બીજી અનેક
પ્રસંગો પડતાં અનેક, ઇચ્છાઓ જાગતી ત્યાં અનેક
પૂરી થઈ ના થઈ એક, ત્યાં બીજી કરવી કેટલી તને
જાણતી જ્યાં તું સર્વ કંઈ, કહીને ફાયદો શું થાય
વગર કહ્યે જ્યાં તું કરે પૂરી, હર્ષ હૈયે તો ના સમાય
સારું નથી કરવી રોજ-રોજ, એક જ વાત મારી માત
તોય હૈયું રહે ના હાથ મારું, તને એ તો કહેવાઈ જાય
દુઃખ કહેવામાં તલ્લીન થાતો, નામ તારું તો ભુલાય
તલ્લીનતા તારા નામમાં જાગે, કામ તરત મારાં થાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)