જીવન છે ટૂંકું ને કામ છે ઝાઝું, પડતી નથી સમજ, કેમ કરી પૂરું કરવું
કરો કામ શરૂ, નજર તો બીજે રાખું, કામ એકે થાય ના એમાં તો પૂરું
કામની રફતાર છે લાંબી, નજર છે ટૂંકી કેમ કરી જીવનમાં એને પહોંચવું
વિચાર કર્યા કરવાથી કામ ના થાય પૂરું, કામ કરવાથી તો થાય કામ પૂરું
કરશો કામનો ખડકલો ભેગો, ચડશે બોજો એનો, કેમ કરીને કરવું પૂરું
કલાકો તો દિવસના ચોવીસ જ રહેશે, પડશે કામ કરવું એમાં તો પૂરું
કામને કામ પડશે જીવનમાં તો કરવું, પડશે કરવું એને તો પૂરું
ચાલશે ના આળસ તો કામ કરવામાં, જો કરવું હશે સમયસર એને પૂરું
વીતશે સમય કેમ વરતાશે નહીં, વહેતા સમયથી સદા ચેતતા રહેવું
કરશે ના પૂરું જો સમયસર, પડશે કાઢવું જીવનમાં તો સમયનું બહાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)