ઘડપણ આવે તો જલદી જલદી, જાય એ તો ધીમું ધીમું
ચૂસી લે રસો એ તો જીવનના, કરે તનબદન તો ઢીલું ઢીલું
આવે માથે ભલે વાળ ધોળાં, નથી કાંઈ એ જીવનનું ધોળું ટીલું
પ્રવેશ્યા જીવનમાં જ્યાં ઘડપણમાં, આવશે યમનું તો જલદી તેડું
ઘટશે શક્તિ તો તનબદનની, થાશે ધાર્યું એમાં તો થોડું
છે અંગ એ તો જીવનનું, છે જીવનનું ચરણ એ તો છેલ્લું
જુવાનીના રંગે તો જીવન રંગાયું, ઘડપણમાં જીવને તો એ વાગોળ્યું
બાળપણ તો આધારિત વિતાવ્યું, પડશે ઘડપણ આધારિત વિતાવવું
વિતે સમય જુવાનીનો જલદી જલદી, બને મુશ્કેલ ઘડપણ વિતાવવું
જુવાનીની યાદો ને મરણના ભણકારા વચ્ચે રહે એ ઝોલા ખાતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)