છે શોખ તો જીવનમાં, ફૂલોનો તો ઘણો ઘણો
વીસરી જાઉં છું જીવનમાં, ફૂલોને કાંટા પણ હોય છે
વગર વિચાર્યે ઘા પર ઘા, જાઉં છું હું તો મારતો
વીસરી જાઉં છું, અન્યને પણ ધડકતું દિલ હોય છે
શેખચલ્લી જેવા વિચારો તો જાઉં છું તો કરતો
વીસરી જાઉં છું જીવનમાં, ભાગ્ય જેવી ચીજ તો હોય છે
ચાલું છું જગમાં, નક્કર ધરતીનો સ્પર્શ પામતો
વીસરી જાઉં છું, એજ ધરતી ઉપર, વહેતું જળ હોય છે
જાઉં છું, જીવનમાં જગમાં તો બસ ચાલતોને ચાલતો
વીસરી જાઉં છું, મંઝિલની વચ્ચે વિસામો પણ હોય છે
મુખ પરના ભાવોને તો જાઉં છું, છુપાવતોને છુપાવતો
વીસરી જાઉં છું જીવનમાં એના પણ વાંચનારા હોય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)