સંગે સંગના, રંગે રંગમાં, બની ગયું જીવન, એમાં તંગમાં
એના રંગે રંગમાં, ગયો જ્યાં રંગાઈ, બદલાયું જીવન એના રંગમાં
પ્રસર્યો રંગ જ્યાં અંગે અંગમાં, ચાહ્યું દિલે, રહેવા એની સંગમાં
યાદે યાદે રંગાયું જ્યાં દિલ, ફેરવ્યો દિલે એને તો પ્રસંગમાં
નશો રંગનો વધ્યો જ્યાં દિલમાં, ઊભરાઈ ગયું દિલ એમાં ઉમંગમાં
વ્યાપ્યો એ રંગ અંગે અંગમાં, નયનો નાચી ઉઠયા ત્યાં અંગમાં
ઊઠી ઝૂમી દિશા ત્યાં દિલની, દિલ ખુદ પડી ગયું ત્યાં દંગમાં
નાચી ઉઠયા એમાં ભાવને વિચારો, નાચી ઉઠયા એના એ તરંગમાં
રંગે રંગે બદલાયું તો જીવન, જીવ્યો જીવન તો એના એ રંગમાં
છવાયો જીવનમાં આનંદ, કદી શોક, રહ્યો જેના જેવા હું સંગમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)