સંસારનો ભાર લઈ ખાંધે તારા
જગમાં રહીશ તું કેટલા દહાડા
જગમાં આવતાં પરવશ હતા હાલ તારા
જગમાં રહીશ તું કેટલા દહાડા
શ્વાસેશ્વાસ પર જ્યાં નથી કાબૂ તારા
જગમાં રહીશ તું કેટલા દહાડા
લોભ ને મોહે, હાલ બેહાલ કર્યા તારા
જગમાં રહીશ તું કેટલા દહાડા
જગમાં પાર પડ્યા છે કેટલાં કામ તારાં
જગમાં રહીશ તું કેટલા દહાડા
કામ-ક્રોધે લૂંટી લીધા છે ખજાના તારા
જગમાં રહીશ તું કેટલા દહાડા
દુઃખના માર લાગશે તને આકરા
જગમાં રહીશ તું કેટલા દહાડા
બૂરી હાલત જોઈ બીજાની, ભીંજાયાં નથી નયન તારાં
જગમાં રહીશ તું કેટલા દહાડા
દેવ-દાનવનાં યુદ્ધ મચ્યાં, મનમાં તારા
જગમાં રહીશ તું કેટલા દહાડા
છોડતા જગ, અધૂરા રહી જશે મનોરથ તારા
જગમાં રહીશ તું કેટલા દહાડા
જમાનાના માર પડશે ઉપર જ્યારે તારા
જગમાં રહીશ તું કેટલા દહાડા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)