હા, હા કહીને કહેવું હતું જે જીવનમાં, ના ના કહીને એ તો કહી દીધું
હા ને ના ની ભાંજગડ જાગી ભલે દિલમાં, વાણીએ વ્યક્ત એને કરી દીધું
જીવનની દોડ હતી તો ચાલુ, જ્યાં આગળને આગળ વધવું હતું
નિશ્ચિતપણે વધવું હતું આગળ, અનિશ્ચિતતામાં તો ના રોકાવું હતું
જીવનમાં હા ને ના ના સંજોગો હતા ના ના કહીને પણ હા હા કહી દીધું
હર મુદ્દે હર વાતમાં, હા ના ના ઘર્ષણ થાતા, એમ એ તો કરી દીધું
સુખચેનની વાતો તો દૂર રહી, દુઃખદર્દથી જીવનમાં દૂર રહેવું હતું
મનમાં ભાવે ને મૂંડી હલાવે, એવી અવસ્થામાં જીવનમાં ના રહેવું હતું
હા ની તો હતી જરૂર ઘણી જીવનમાં, એ મુદ્દાને જાહેર તો ના કરવું હતું
હા ને છુપાવીશ ક્યાં સુધી જીવનમાં, ના ના કહીને તો એ કહી દીધું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)