વાહ રે કિસ્મત, ખેલ છે તારા, તો જીવનમાં તો અનોખા
ઉઠાવે માનવીને તો તું આસમાને, ફેંકે પાછો તું એને ધરતી ઉપર
બનાવે માનવીને કદી તું નરમ, કદી ગરમ, નરમ ગરમ નરમ
કદી સુવાડે સુંવાળી શૈયા ઉપર, તો કદી ધગધગતા અંગારા ઉપર
ચડાવે કદી ચડાણ તું કપરા, નાંખે કદી ઊંડી ખીણની તો અંદર
કદી મુક્ત પણે દોડાવે જગમાં, જકડે કદી તો તું બંધનની અંદર
કદી મીઠા મેવા પકવાન ખવરાવે, રાખે કદી તું તો ઉપવાસ ઉપર
કદી હૈયાંને શાંતિમાં નવરાવે, કદી હૈયાંને જલાવે ધગધગતા અંગારની અંદર
કદી એકલો અટુલો તો રખાવે, કદી રાખે ડુબાડી તો કોલાહલની અંદર
જીવનભર તો રહી સાથેને સાથે, ડૂબ્યો રહે છે તારી મસ્તીની અંદર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)