આંકી ના કિંમત મેં તો મારી સાચી, વેચાઈ ગયો સંસારમાં સંસારના બજારમાં
આંકી કિંમત મારી સહુએ જુદી જુદી, આંકી ના કિંમત મેં તો મારી સાચી
ગણ્યો કોઈએ મને કમાઉ પતિ, ગણ્યો કોઈએ કમાઉ પુત્ર, આંકી કિંમત જુદી જુદી
ક્ષણિક આવેશોને, ક્ષણિક આવેશોની ચૂકવી કિંમત જગમાં મેં તો એની મોટી
હતી પાસે જીવનની શક્તિ તો પૂરી, આંકી ના કિંમત, જીવનમાં મેં તો એની
છુપાવી વૃત્તિઓને તો સંસારમાં, રહી વૃત્તિઓ મને, સંસારમાંને સંસારમાં તાણી
ભાવોને ભાવોમાં તો રહ્યો ખેંચાતો, નીચોવી લીધી એણે, શક્તિ તો મારી
આવ્યો હતો, સંસારને જીતવાની શક્તિ સાથે, રહી ગયો એમાં, એનો ગુલામ બની
કિંમત ચૂકવી, ચૂકવી તો મુક્તિની, સંસારમાં ગયો ખરીદતો ગુલામીની બેડી
હતી મુક્ત થવાની શક્તિ તો પૂરી, રહી ગયો સંસારમાં, સંસારની બેડી પહેરી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)