કાંઈ નથી અમે, એવું તો કાંઈ નથી, અંતે ભી તો કાંઈ છીએ
સંમત થઈએ કે ના થઈએ, જણાવજો અમને, અમે શું ને કેવા છીએ
કદી ગરમ થાતા, કદી નરમ રહેતા, સંજોગે બદલાતા અમે તો રહીએ
ચિત્તમાં ના હોય બને તો એવું, લાગે ચિત્તની પાછળ પડયા છીએ
ક્યાં છીએ ક્યાં છીએ, સમજાય ના સમજાય ના ક્યાં પહોંચ્યા છીએ
સમજ્યા અમે તો ઘણા મોડા, અમે તો ત્યાંના ત્યાં તો રહ્યાં છીએ
હર વાતમાં રહ્યો અહં આગળને આગળ, પાછળ અમે રહી ગયા છીએ
ભાગ્યનો સાથ ભલે અમને મળ્યો નથી, તોયે અડગ અમે રહેવાના છીએ
આગળ વધવાની છે ઇચ્છા તો પૂરી, કંઈક વાતોમાં અમે મજબૂર છીએ
કલ્પનાની સૃષ્ટિ આકર્ષે ભલે અમને, ધરતી પર પગ તો રાખવાના છીએ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)