લૂંટોને લૂંટો લૂંટાય એટલું લૂંટો, પ્રભુનો ભંડાર છે ખુલ્લો તમે એને લૂંટો
ભંડાર ભર્યો છે શાંતિનો, એનો અણુએ અણુમાં, લૂંટાય એટલો તમે એને લૂંટો
છે આનંદનો ભંડાર ભર્યો ભર્યો, વિશ્વના અણુએ અણુમાં, લૂંટાય એટલો લૂંટો
સુખનો ભંડાર છે ભર્યો વિશ્વના ખૂણે ખુણામાં, લૂંટાય એટલો એને લૂંટો
વૈભવ છલકાય છે ચારે દિશાઓમાં એનો, લૂંટાય એટલો એમાંથી તો લૂંટો
પ્રેમનો ભંડાર છે એનો ખુલ્લોને ખુલ્લો લૂંટાય એટલો તમે એને લૂંટો
તેજનો ભંડાર છે પથરાયેલો એનો, જગના ખૂણે ખૂણે, લૂંટાય એટલો લૂંટો
સૌંદર્યનો ભંડાર તો એનો જગમાં તો ફેલાયેલો, લૂંટાય એટલો તમે એને લૂંટો
સંગીતનો ભંડાર છે જગમાં એનો ભરેલોને ભરેલો, લૂંટાય એટલો એને લૂંટો
એના ભંડારમાંથી પામે બધા બધું, થાય ના એ ખાલી, નિઃસંકોચ તમે એને લૂંટો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)