બે મીઠાં શબ્દોથી થઈ જાશે તો અમારો ગુજારો
અમારા જેવાને બીજું તો શું જોઈએ
આવ્યો નથી જગમાં તો કાંઈ, આશ્ચર્યનો તો કિનારો
પ્રભુજી રે વહાલા, શાને તમે અમને સતાવો
માંગ્યું નથી બીજું કાંઈ, માગ્યો છે તમારો સહારો
હવે આપતા એ તો અમને, તમે ના અચકાવો
દિન રાત દુઃખદર્દ તો કરી રહ્યાં છે ઘસારો
કરીને મહેર, વહાલા પ્રભુ, તમે એને તો અટકાવો
અટવાઈ ગયા છીએ જીવનમાં, અટવાય છે અમારા વિચારો
મહેરબાની કરી પ્રભુ, સાચી દિશા અમને બતાવો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)