દિશાઓ તો છે ઘેરાયેલી, કોઈ રસ્તા તો સૂઝતા નથી
આશા ભરી છે, હૈયે રસ્તો કોઈ મળ્યા વિના એમાંથી રહેવાનો નથી
ઉકેલાયા છે કંઈક ઉકેલો તો જીવનમાં, ઉકેલાયા વીના એ રહ્યાં નથી
કુદરતને રહ્યું જે મંજૂર, જીવનમાં એ થાતું રહ્યું સંકેત મળ્યા વિના રહેતા નથી
હર દિવસ કાંઈ પૂનમ હોતી નથી, હર દિવસ કાંઈ આમાસની હોતી નથી
સમય સમય પર ભરતી ઓટ આવે, સમુદ્ર તો ઉછળ્યા વીના રહેતો નથી
મારગે મારગે, કાંઈ ફૂલ પથરાતા નથી, મારગે મારગે કાંટા મળતા નથી
સત્ય પથરાયું છે વિશ્વમાં, સત્ય શોધ્યા વિના, જીવનમાં કાંઈ એ મળતું નથી
દીપક પાથરશે અજવાળું ડગલા બે ડગલા, અંતરના અજવાળા વિના જીવન પથ કપાશે નહીં
વીજળીના ચમકારા મળશે ઘડી બે ઘડી, ઘોર અંધકાર એમાં હટશે નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)