અંતરની વાતો તો કોઈ ના જાણે, કોઈ ના સમજે
અંતરને છાને ખૂણે બેસી, અંતર એમાં તો રોવે
સમજાવે એ તો સહુને ઘણું, વાતો એની કોઈ ના સમજે
ખુદના અંતરનો ખૂણો ગોતી, ખુદ એમાં તો આંસુ સારે
ખુદના આંસુ તો ખુદ જુએ, કોઈ ના આંસુ એનાં લૂંછે
ખુદ દર્દીને ખુદ સાક્ષી એનું, બીજું કોઈ ના ત્યાં મળે
આંસુ ના એના તો કોઈ જુએ, ખુદ એને એ તો ઝીલે
આંસુ ને આંસુઓમાં, અંતર એનું એમાં તો ભીનું રહે
રાખી મુખડું તો હસતું ને હસતું, આંસુ એ તો છુપાવે
અંતર તો આધાર એના અંતરનો, એના આધારે એ રહે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)