છે જગમાં તો બધું, જીવનમાં તો બધું, દિલમાં તો મારા, તારા વિના કોઈ કમી નથી
જગમાં હું તો જીવું, જગમાં બધું કરું, તારા દર્શન વિના બીજી કોઈ કમી નથી
હારું કે જીતું, મેળવી મેળવી શું મેળવું, તારી પાસે એની તો કોઈ વિસાત નથી
તું કહે કે ના કહે, તું સમજે કે ના સમજે, તારા વિના તો, મારું તો કોઈ નથી
આવ્યો છું જ્યાં જગમાં, રહીશ ક્યાં સુધી, કરીશ શું, એની તો મને ખબર નથી
દિલથી ગોત્યું જીવનમાં, મળ્યું એ જીવનમાં, મળ્યા વિના એ તો રહ્યું નથી
હસવું કે રડવું પડે છે જીવનમાં, જીવનના એ ખેલ વિના બીજું એ કાંઈ નથી
છે તું જગમાં ને છે જગ તારામાં, તારામાં ગોત્યા વિના તો એ મળવાનું નથી
છે શું આગળ ને છે શું પાછળ, છે બધું એ સાથમાં, એના વિના બીજું કાંઈ નથી
મારા તારાની છે મહેરબાની તો જગમાં, એના વિના તો, જગ કાંઈ ચાલવાનું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)