ઊભા છે કંઈક દાવા નજદીકતાના, ચડયા નથી કસોટીએ એ જીવનમાં
આવે છે વિચાર જીવનમાં ત્યારે, કોણ છે નજદીક ને કોણ છે દૂર
સમય માંગે છે મૂલ્યો નવા નવા, હતું શું એ કાંઈ કોઈ જોશનું પૂર
સમયની ધરતી રહે છે સરકતી, કરે છે સદા એ નજદીકતાને પણ દૂર
આવે છે નજદીક કંઈક જીવનમાં એવા, લાગે જાણે, શ્વાસો પણ દૂર
કંઈક તો રહી રહીને પણ દૂર હોય છે, નજદીક એટલા જાણે જીવનનું નૂર
કંઈક શબ્દો તો લાગે એવા તોં મીઠાં, જન્માવે એ તો લાગણીના પૂર
સુખદુઃખના પૂરમાં, હૈયું જ્યાં ન્હાય, સમજાય ના કોણ છે નજદીક કોણ છે દૂર
મીઠું સ્મરણ તો જીવનમાં, રાખે એ તો જીવનના તાપને તો દૂરને દૂર
અનેક પૂરોમાં તો વહે જીવન, છે પૂર એ તો સુંદર જાણે પ્રભુનું નૂપુર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)