નીરખવા નીકળ્યો છે આકાશના ઊંડાણમાં, નીતનવું એમાં દેખાય છે
મળશે જોવા કંઈક ગ્રહો, તારલિયાઓ, નક્ષત્રો, ગણતરી ના મંડાય છે
કર કોશિશ એકવાર, ઊતરવા અંતરના ઊંડાણમાં, જો એમાં શું દેખાય છે
મળશે જોવા કંઈક અદીઠ કાંટા એમાં, અંતરને તો જે કોતરતું જાય છે
વિવિધ ગતિએ રહ્યાં છે આકાશમાં ફરતા, અંતર એમાં એના બદલાય છે
વિવિધ ગતિએ ઘૂમી રહ્યાં છે અંતરના કાંટા, અંતર કંઈક ઊભા થઈ જાય છે
ઊતરીશ ઊંડે આકાશની આકાશગંગામાં, વિવિધ તેજ એમાં તો દેખાય છે
ઊતરીશ ઊંડે, અંતરની પાતાળગંગામાં, પરમ તેજની સરિતા એમાં દેખાય છે
આકાશને આકાશમાં ફરતાને ફરતા, ખોવાઈ જાશે, જાતને એમાં ભૂલી જવાય છે
ઊતરીશ ઊંડે તું અંતરમાં, જાશે ખોવાઈ એમાં, જાત એમાં ભૂલી જવાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)