કરું યાદ જ્યાં પ્રભુ હું તને, અંતરમાં પડઘો એનો તું પાડજે
હૈયાંમાં અંતર ના તું રહેવા દેજે, અંતર બધું તો તું મિટાવી દેજે
સ્મરણમાં એવો તું આવી જજે, આકાર તારો સ્મરણમાં દેખાડી દેજે
એકતાનો પ્યાલો એવો પીવરાવી દેજે, ભાન કર્તાપણાનું ભુલાવી દેજે
સ્મરણ કરવા એવું તો દેજે, નિત્ય તારું સ્મરણ સ્મરણમાં તો રહેવા દેજે
છૂટે ના તાંતણો, તૂટે ના તાંતણો યાદનો, મજબૂત એવો એને બનાવી દેજે
સ્મરણમાં રહે યાદ તારી, યાદ બીજી બધી હૈયાંમાંથી ભુલાવી દેજે
જ્યાં સ્મરણ તારું કરું, તારા સ્મરણમાં હાજરી તારી પુરાવી દેજે
તારી યાદમાં વીતે જિંદગી મારી તારી યાદને જીવન મારું બનાવી દેજે
તારી યાદમાં, મારા અંતરમાં પડે પડઘો તારો, તારામાં મારો પડવા દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)