સમજાવી ના શકશે જેને સમજદારી જીવનમાં, સમજાવી જાશે જીવનમાં એને ઠોકરો
શીખતાંને શીખતાં જાશે સહુ જીવનમાં, ખાતાને ખાતા જાશે જીવનમાં જ્યાં ઠોકરો
બેસમજ ને બીનજવાબદારી, રહેશે ખવરાવતી, જીવનમાં તો એને ઠોકરો
ખોટી વાતોને, જીવનમાં તો ખોટા ખયાલો, ખવરાવતા રહેશે એને ઠોકરો
હશે કોઈ ઠોકર તો ઊંડી, હશે કોઈ ઉપરછલ્લી, પણ હશે એ તો ઠોકરો
કોઈ ઠોકર દેશે જ્ઞાન ઊંડું, કોઈ તો જન્માવશે ક્રોધ, હશે એ તો ઠોકરો
છે અસંખ્ય પ્રકારો ઠોકરોનો, પણ હશે આખરે જીવનમાં એ તો ઠોકરોને ઠોકરો
કંઈકના સુધર્યા જીવન એમાં, રહ્યાં કંઈક તો એવાને એવા, ખાઈને તો ઠોકરો
પડશે માનવો આભાર તો એ ઠોકરોનો જીવન સુધરે તો જ્યાં ખાઈને તો ઠોકરો
મળશે ના માનવી જીવનમાં એવો, ખાધી ના હોય જીવનમાં જેણે ઠોકરો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)