અજ્ઞાનની અંધારીં ગલીઓમાં ભટક્યો, વીત્યા એમાં કંઈક જન્મારા
જોયા કંઈક દૃશ્યો એમાં તો માયાના, જન્મો ને જન્મો એમાં વીત્યા
પળ બે પળના મળ્યા તો અજવાળા, હટયા ના એમાં ઘોર અંધારા
સ્મૃતિ વિસ્મૃતિની કંઈક ગલીઓમાંથી તો, અમે તો પસાર થયા
સ્નેહના અવાજના ઝરણાં લાગ્યા સદા એમાં તો પ્યારા
કાબૂ દિલો દિમાગના તો ખોઈને, અમે રહ્યાં એમાં તો ભટકતા
કર્યો ના હિસાબ, મળ્યો ના તાળો, વીત્યા એમાં કંઈક જન્મારા
ભટકતાંને ભટકતાં, દુઃખદર્દનો તો ડુંગરો તો ઊભા થયા
ખૂટી ના ગલીઓ, અટક્યું ના ભટકવું, હટયા ના જન્મોના અંધારા
હતા નીત્ય પ્રભુ સાથે, એમને અમે તો દેખાયા, ના અમને એ દેખાયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)