કારણોને કારણો મળતાં રહેશે, વહેતીને વહેતી જશે એમાં, તો અશ્રુની ધારા
અટકશે નામ એમાં જો તારી અશ્રુની ધારા, ઝીલશે કોણ એ અશ્રુની ધારા
અટકી નથી જગમાં, દુઃખદર્દની રે ધારા, વહેતીને વહેતી રહેશે એમાં અશ્રુની ધારા
એક જ તો છે પ્રભુ ઝીલનારો એ ધારા, હૈયાંના ઘા વહાવશે જે અશ્રુની ધારા
હશે એ પ્રેમના અશ્રુ કે દર્દના અશ્રુ, હશે ખારાશ ભરી એ અશ્રુની ધારા
હશે વહેતી એ અંતરમાં કે બહાર, પ્રભુ જોયા વિના ના રહેશે એ ધારા
ધારાએ ધારાએ વહાવ્યા કંઈક હૈયાં, હલાવી જાય એ પ્રભુને વહાવજે એવી ધારા
જોશે ના એ જાત, નર કે નારી, પાડશે ના ભેદ એમાં તો એ અશ્રુની ધારા
પીનારો છે એનો તો, એક જ તો પ્રભુ, ખાશે ઓડકાર એમાં એ, અટકશે એ ધારા
વહાવજે પ્રભુ કાજે એવી તો એ ધારા, હટાવી જાય એ, હૈયાંના બધા અંધારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)