જાગવું નથી સૂવું નથી જેણે જરાય, હાલત કેમ કરી એ વખાણાય
ઘરેઘરમાં રાખવો છે પગ જેણે, એ પરોણો કયા ઘરનો કહેવાય
કર્યા પછી કરે નિત્ય જીવનમાં જે વિચાર, જીવનમાં ખતા એ તો ખાય
પ્રેમની આગમાં, પ્રેમભરી વાણી ને પ્રેમભર્યું વર્તન, કામ આવે સદાય
રાખી વેરની ધજા ફરકતી હૈયાંમાં, જીવનમાં તો શાંતિ નહીં પમાય
ખુલ્લી આંખે રાખી બંધ નજરો, સાચી રીતે જગને નહીં સમજી શકાય
ભર અજવાળે નીરખી ના શકે જે, તપાસને લાયક અવસ્થા ગણાય
સાદો ખોરાક પચાવી ના શકે જે પકવાન એને તો કેમ કરીને અપાય
વાસ્તવિક્તાથી જે નાસતા ફરે, વાસ્તવિક્તાનો સામનો ના એનાથી થાય
અણીના વખતે સહાય કરે જે જીવનમાં, જીવનભર તો એ યાદ રહી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)