પીવાને ને પીવાને, નીકળ્યો શાને તું ઝાંઝવાના જળ
ના જળ એ તો પી શકશે, મહેનત એમાં ફોગટ જાય
કુદરતના સહવાસની રાખી ના આશ, આશ બીજી ફોગટ જાય
સસલાના શીંગડા પાછળ દોડયો, મળશે ના, મહેનત ફોગટ જાય
વાંઝયાનો દીકરો કરે ના તર્પણ, એ તર્પણ ફોગટ જાય
ખેડયું ખેતર ભલે ઘણું, ખાતર પાણી વિના મહેનત ફોગટ જાય
કરી કાકલૂદીઓ તો પત્થર દિલ સામે, કાકલૂદીઓ ફોગટ જાય
પ્રકૃતિને સમજ્યા વિના, જીવન બદલવા કરશો મહેનત, મહેનત ફોગટ જાય
જીવનને જાણ્યા વિના, કાંઈ નહી પમાય, મહેનત એમાં ફોગટ જાય
ઉલેચવા બેસશો સાગરને, ખાલી નહીં થાય, મહેનત એમાં ફોગટ જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)