અધૂરા નથી, અધૂરા નથી, વિશ્વમાં, વિશ્વંભરીના, હેત કાંઈ અધૂરા નથી
પૂરા હેતથી કરે જતન જગનું, બદલામાં તોયે એણે કાંઈ લીધું નથી
કરો પ્રશંસા કે કરો અવગણના એની, એના હેતમાં ફરક કાંઈ પડતા નથી
રચી વિશ્વને, રહી સદા એ સંભાળતી, વિશ્વથી અલગ કાંઈ એ રહી નથી
કરો સ્મરણ સાચું જ્યાં એનું, પ્રગટ થવામાં કાંઈ વાર એ લગાડતી નથી
દુઃખદર્દની દવા સદા એ બની રહી, નામનું અમૃત પાઈને, દર્દ દૂર કર્યા વિના રહી નથી
પંડ વેઠી કરે પીડા ઊભી જગમાં માનવી, એ પીડાનું શમન, એના વિના કરી શકવાના નથી
આધાર વિનાની સદા આધાર બની, એના આધારે રહેનારાઓએ ગુમાવ્યું નથી
સકળ વિશ્વને વસાવ્યું સદા હૈયાંમાં, એના હૈયાંમાં હેત વિના બીજું કાંઈ નથી
વિચાર કરી વિચારજો તમે હૈયાંમાં, એના જેવું હેત જગમાં બીજું મળવાનું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)