ગમાઅણગમાની વ્યાખ્યા છે સહુની તો જુદીને જુદી
ગમો એકનો, જાય અણગમો બીજાનો એ તો બની
આવા ગમાઅણગમાથી ભરેલા જગમાં, આફત વિના બીજું કાંઈ નથી
ચાલો સીધા, ગમે ના કોઈને, ટેડી ચાલને, નમ્યા વિના કોઈ રહેતું નથી
કરો પ્રશંસા લે મોઢું ફેરવી, ગાળાગાળી વરસાવો, કરે સલામ એમાં ઝૂકી
તીરછી નજરે જુઓ, વટ તમારો પડે, સલુકાઈથી પૂછો ધક્કા ખાવા પડે
રાતી આંખે જુઓ, કહી દારૂડિયો, વાતો કરવા કોઈ તૈયાર નથી
ગમશે ના, કહેશે બડબડાટ એને, રહો ચૂપચાપ, એ ભી કોઈને ગમતું નથી
ગમાને ગમા રહે ટકરાતા તો જગામાં, જગ એમાં ડૂબ્યા વિના રહ્યું નથી
ગમાઅણગમા વિનાનો મળે ના કોઈ જગમાં, એના વિના કોઈ રહ્યું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)