કઈ મેં ભૂલ કરી, ક્યાં મે તો ભૂલ કરી (2)
સીધી ચાલતી જીવનની ગાડી, પાટા પરથી ઊતરી ગઈ
સમજણ ના પડી, કેમ અને કેવી રીતે ભૂલ થઈ ગઈ
બેસમજમાં ને બેસમજમાં, કંઈક ભૂલો તો થાતી ગઈ
હતી ગજા બહારની દોડ મારી, શું ભૂલ મને એ કરાવી ગઈ
જાણકારી મેળવી ના જીવનમાં એની, ભૂલ શું એમાં થઈ ગઈ
બેધ્યાનપણું ને બેધ્યાનપણું, ભૂલોને ભૂલો કરાવતી ગઈ
આળસને આળસ વ્યાપ્યું જીવનમાં, જીવનમાં ભૂલો એ કરાવી ગયું
રાખ્યો ના સ્વભાવને કાબૂમાં જીવનમાં, પરંપરા ભૂલોની સર્જાઈ ગઈ
હોંશે દિલોદિમાગમાં થયા ભેગા, ઉથલપાથલ એ મચાવી ગયા
અધકચરી કરી કોશિશો, ભૂલો સુધારવા, ભૂલો વધારે કરાવી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)