દેખીપેખીને દુઃખી શાને થાય, દેખીપેખીને દુઃખી શાને થાય
સુખ લહેરાતું હતું હૈયાંમાં તારા, હતું શું એ જાણકારીનો અભાવ
જાગી હૈયાંમાં જ્યાં અતૃપ્તિની વાસના, દુઃખ દોડી દોડી આવી જાય
ગુમાવી મનની સમતુલા જ્યાં, હૈયું તો એમાં ગડથોલા ખાય
નયનોને ગમે, હૈયું જ્યાં એને ચાહે, સંજોગો એમાં આડખીલી નાંખી જાય
મન ને હૈયાં પરનો કાબૂ ગુમાવાય, દુઃખને નોતરું ત્યાં દેવાઈ જાય
ઊઠતાંને બેસતાં જો સુખની સાધના થાય, દુઃખ ફરકે ના ત્યાં જરાય
સુખની સાધના જો અધૂરી રહી જાય, દુઃખ ધસી આવે ત્યાં સદાય
સુખની જાળ જો મજબૂત પથરાય, દુઃખ પેસી ના શકે એમાં જરાય
દુઃખ કરે ના દુઃખી કોઈને જરાય, દુઃખમાં પડીને તો સહુ દુઃખી થાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)