ખુદાઈ નૂર ના તારાથી દૂર છે, ના ખુદાઈ નૂરથી તો તું દૂર છે
પ્રગટે છે સહુમાં એ તો જગમાં જ્યારે, ખુદાને એ મંજૂર હોય છે
પ્રકાશે જીવન સહુનું તો એમાં, જગમાં તો એ, પ્રકાશનો પૂર છે
નથી રહ્યો વંચિત માનવ એનાથી, ખુદા ના કાંઈ તો ક્રૂર છે
હર દિલમાંને હરચીજમાં છલકાય છે નૂર એનું, નૂર એનું ભરપૂર છે
છલકાય છે હૈયું ખુદાનું તો પ્યારથી, ના હૈયું એનું કાંઈ નિષ્ઠુર છે
પ્યાર તો છે નૂર ખુદાનું ના વંચિત કોઈને એમાંથી તો રાખે છે
સારા જગમાં તો છે પથરાયેલું નૂર તો એનું, એના નૂરથી જગ ચાલે છે
કોઈ નૂરને કાબિલ બને છે તો કોઈ નૂરથી તો દૂરને દૂર રહે છે
હરેકમાં નૂર એનું તો ઝળકે છે, ખુદા તો એ નૂરથી તો ઝળકે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)