દેખાય છે જીવનમાં અનેક રસ્તા, નક્કી કર્યા વિના, કયા રસ્તે તમે ચાલશો
રહ્યાં છે પગ તો થનગની, નક્કી કર્યા વિના, કયા રસ્તે પગ તમે માંડશો
અનેક રસ્તામાં મૂંઝાયેલો માનવ, જીવનમાં ક્યાંથી આગળ એ તો વધશે
નક્કી કરીને, પડશે ચાલવું એ રસ્તે, એ વિના ક્યાંથી ત્યાં તમે પહોંચશો
હશે અંધારું તો પડશે લેવો દીવો, રસ્તે ચાલ્યા વિના ક્યાંથી તમે ત્યાં પહોંચશો
આવશે રસ્તામાં કંઈક તો અડચણો, પાર કર્યા વિના એને, કેમ તમે પહોંચશો
આડાઅવળા જો ફંટાઈ જાશો, રસ્તો ચૂકી જાશો, તમે કેમ ત્યાં તો પહોંચશો
પકડયો હશે રસ્તો તમે જો સાચો, વહેલા યા મોડા, સ્થાને તમે તો પહોંચશો
આવશે કંટાળો કે લાગશે થાક, પડશે તો ચાલવું, ચાલશો તોજ સ્થાને પહોંચશો
હાર હિંમતનો તો ગળામાં પહેરી, પડશે ચાલવું, એજ તો છે સ્થાને પહોંચવાનો રસ્તો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)