તારું કહ્યું મેં કર્યું નથી `મા', તોય મારું કાર્ય કરતી રહી
હાથ જોડી નમન કર્યા નથી `મા', તોય મારું કાર્ય કરતી રહી
વહાલભર્યું નામ તારું લીધું નથી `મા', તોય મારું કાર્ય કરતી રહી
માયા હૈયેથી હજી કાઢી નથી `મા', તોય મારું કાર્ય કરતી રહી
મમતા હજી છોડી નથી `મા', તોય મારું કાર્ય તું કરતી રહી
હૈયેથી ક્રોધ હજી છૂટ્યો નથી `મા', તોય મારું કાર્ય તું કરતી રહી
આંખમાંથી કામ સર્યો નથી `મા', તોય મારું કાર્ય તું કરતી રહી
લોભ હૈયેથી હજી છૂટ્યો નથી `મા', તોય મારું કાર્ય તું કરતી રહી
ભેદભાવ દૃષ્ટિમાંથી ગયો નથી `મા', તોય મારું કાર્ય તું કરતી રહી
પ્રેમભાવ હૈયે હજી જાગ્યો નથી `મા', તોય મારું કાર્ય તું કરતી રહી
ભક્તિમાં કદી ડૂબ્યો નથી `મા', તોય મારું કાર્ય તું કરતી રહી
બાળ જાણી ક્ષમા આપતી રહી `મા', દયા હૈયેથી વરસાવી રહી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)