મારીને મારી મહોબતનો તો, જનાજો ચાલ્યો જાય છે
મારીને મારી આંખ સામે તો, એને દફનાવી દેવાય છે
માટીપગી મહોબતના જગમાં તો, અંજામ આવો આવી જાય છે
લાચારી જોઈને જાણી ઘણી જીવનમાં, લાચારી ત્યાં અનુભવાય છે
ગુંજતી કસમો ને વાયદા તો, આંસુઓ આંખમાં પડાવી જાય છે
માટીપગી મહોબત તો, નિષ્ફળતાની કહાની એની લખાવી જાય છે
કર્યું સહન ઘણું જીવનમાં, કસોટી સહનશીલતાની લેવાઈ જાય છે
માટીપગી મહોબતની કહાની જીવનમાં, અંતરમાં રડાવી જાય છે
જગત એમાં તો ક્યારેક તો ફરતુંને ફરતું દેખાય છે
દૂઝતા આ હૈયાંના ઘા પર, સમય મલમપટ્ટી લગાવી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)