ડગલે ને પગલે, તો આવે છે આફતો તો સામે ઊભી
ચાહીએ તો બચવા એમાંથી, દેતી નથી એ તો પીછો છોડી
આવે જ્યારે એ તો સામેથી, દે છે પરસેવો એ તો પાળી
હશે તો કરી જ્યાં જે આફતની ગણતરી, આવશે બીજી ઊભી
હશે એ ભલે નાની કે મોટી, પડશે કરવો સામનો એનો સમજી
હશે હરેક આફતો તો, નાની કે મોટી તો છે કસોટી જીવનની
કરવા ને સ્થિર રહેવા તો એમાં, પડશે જરૂર તો સ્થિર મનની
થાક તો ચાલશે ના જીવનમાં, જ્યાં એક પછી એક આવશે ઊભી
મળશે ના જગમાં કોઈ એવું, પડયો ના હોય કરવો સામનો આફતોનો
જોજે જાય ના તૂટી હિંમત હૈયાની, દેશે એને તો આફતો નમાવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)