મુખમાં કંઈ, ને હૈયામાં કંઈ, દુનિયાની રીત આ શીખી લઈ
દુઃખને બહુ ગજવી દઈ, આદત તને આ પડી ગઈ
બીજાના દુઃખમાંથી ભાગી જઈ, તારા દુઃખથી આંખો ભીંજાઈ ગઈ
સુખ તો એકલું ભોગવી લઈ, આદત તને આ પડી ગઈ
કૂડકપટમાં બહુ ડૂબી જઈ, પ્રભુનો રસ્તો ભૂલી જઈ
મહેનત તારી નકામી ગઈ, આદત તને આ પડી ગઈ
આડી ચાલ તારી આડી રહી, કુદરતની લાત તને વાગી ગઈ
સાન ઠેકાણે તારી આવી ગઈ, આદત તને આ પડી ગઈ
કહેવું કંઈ ને કરવું કંઈ, હવે આ બધું ભૂલી જઈ
`મા' નું સાચું શરણું સાધી લઈ, આદત હવે આ પાડી દઈ
સંસારનો મોહ છોડી દઈ, પ્રભુના પંથે લાગી જઈ
જન્મ સફળ તારો કરી લઈ, આદત હવે આ પાડી દઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)