પૂછતાં તો દર્દ હૈયામાં વધે, ટપટપ આંસુ એમાં વહે, કેમ કરી જાળવવું
દુનિયા બીજી એ તો ભૂલે, દુનિયા એની એ ના છોડે, કેમ કરી જાળવવું
ધામા જ્યાં એ તો નાખે, નીકળવાનું નામ ના એ લે, કેમ કરી જાળવવું
કારણ એને મળે ના મળે, કારણ ઊભાં એ તો કરે, કેમ કરી જાળવવું
કદી પ્રેમની ભાષા એ તો બોલે, કદી વેરની ભાષા એ બોલે, કેમ કરી જાળવવું
સુખની સંગે રહેવા તો ચાહે, દુઃખને તો ભાગીદાર બનાવે, કેમ કરી જાળવવું
હૈયામાં તો જ્યાં એ તો જાગે, નયનોને તકલીફ એમાં પડે, કેમ કરી જાળવવું
કદી બનાવે ગુમસૂમ એ તો, કદી દીવાના એ તો બનાવે, કેમ કરી જાળવવું
માત્રા જ્યાં એ તો મોટી લાગે, દિલને એ તો સતાવે, કેમ કરી જાળવવું
જ્યારે એ જાગે, બધું એ ભુલાવે, જીવવું મુશ્કેલ એ બનાવે, કેમ કરી જાળવવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)