થાકીશ જગમાં તો તું ફરી ફરી, કહી શકશે ના જગમાં તો કોઈ તને
અરે ઓ દુર્ભાગી, તારાં કર્મનો હિસાબ તો કેટલો બાકી છે
ખર્ચી ના કાઢ શક્તિ તારી તું જાણવામાં, જીવન તારું કેટલું બાકી છે
મળશે ના જો ઉત્તર સાચો, કરશે દુઃખમાં વધારો, શ્વાસનો અંગ બાકી છે
એને જાણનારો તો, કહેશે ના કોઈને, કરવી કસોટી ધીરજની જ્યાં બાકી છે
અવગુણોએ નોતર્યું દુર્ભાગ્ય તારું, દુર્ગુણોની કરવી બાદબાકી જ્યાં બાકી છે
અહં અભિમાનના ભંડાર ભર્યાં હૈયે, ખાલી કરવા હૈયેથી તો હજી બાકી છે
પરિતાપ વધે હૈયામાં, અજાણ્યે રસ્તે ચાલવામાં, જાણકારી મેળવવી બાકી છે
અનિશ્ચિતતાના નથી ભરોસા કોઈના જીવનમાં, જાણકારી મેળવવી બાકી છે
બાકીને બાકીની યાદી છે બહુ મોટી જીવનમાં, કરવી યાદી એની તો બાકી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)