ગેરસમજના ગંદવાડમાં, આળોટે તો છે જે જીવનમાં
દુઃખી થયા વિના જીવનમાં તો એ રહેવાના નથી
સચ્ચાઈ, સમજ, સરળતા ને સૌદંર્ય છે હૈયામાં જેના જીવનમાં
જીવનમાં તો એના, પ્રભુ નજદીક આવ્યા વિના રહેવાના નથી
અહં, અભિમાન, આળસ, અંતરાયો તો છે મોટા જીવનમાં
આત્માનું અજવાળું એમાં, ઢંકાયા વિના રહેવાનું નથી
ગર્વ, ગરજ ને ગભરાટમાં, હૈયામાં સપડાયા તો જે જીવનમાં
જીવનમાં તો એ, ભૂલો કર્યાં વિના તો રહેવાના નથી
વારી, વૈભવ ને વનિતાના, ચક્કરમાં પડયા તો જે જીવનમાં
જીવનમાં જલદીથી બહાર એમાંથી તો નીકળી શકવાના નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)