આવ્યો વ્રજનો એ છેલછબીલો, મારો નટવર નખરાળો
આવ્યો વ્રજમાં એ રંગે રમવા, રાધાનો તો એ તો પ્યારો
ગોપ-ગોપીઓની સંગે રાસ રમે, રમે એ તો મતવાલો
દુઃખની કાળીમા દૂર કરી, સુખની લાલી એ તો જગાવનારો
રહે ના ઊભો એ તો સીધો, ટચલી આંગળીએ જગને નચાવનારો
સહુ ઉપર ચાલે કામણ જગમાં એનું, એવો એ કામણગારો
સિંહાસન વિનાનો રાજા એ તો, સહુના હૈયાને સિંહાસન બનાવનારો
સોંપ્યું સુકાન યુદ્ધનું જેણે એના હાથમાં, જીત એને અપાવનારો
લાગે સીધો, ચાલે એ તો વાંકો, લાગે તોય એ પ્યારો પ્યારો
રાખી કર્મની દોરી હાથમાં એણે, કર્મથી જગને એ ચલાવનારો
ચરણે આવેલાને દે શરણું સાચું, મૂંઝવણમાંથી મારગ કાઢનારો
પ્યારની તો છે એ પ્યારી મૂર્તિ, પ્યારમાં સહુને એ નવરાવનારો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)