પ્યાર કરતાં જીવનમાં જો ના આવડે, તો પ્યાર કરશો નહીં
કરજો જીવનમાં ભલે તો બધું, પ્યારને બદનામ તો કરશો નહીં
પ્યાર સમજાય નહીં તો કાંઈ નહીં, ખોટી પ્યારની વાત કરશો નહીં
પ્યારમાં અપેક્ષાઓ જગાવશો નહીં, પ્યારમાં તુલના તો કરશો નહીં
દેવામાં પણ પ્યાર છે, લેવામાં પણ પ્યાર છે, એ ભૂલશો નહીં
પ્યાર તો છે જીવનનું અમૃત, જીવનદાન દીધા વિના રહેશે નહીં
પ્યાર તો છે સાધન પ્રભુનું, વાસનાનું સાધન એને બનાવશો નહીં
બનાવશો ત્યાગને પ્યારનું અંગ, પ્યાર તો શોભ્યા વિના રહેશે નહીં
દેવાય તો દેજો, લેવાય તો લેજો, શંકાથી પ્યારને ભ્રષ્ટ કરશો નહીં
પ્યાર જો દઈ ના જાય જો આનંદ, એવા પ્યારને પ્યાર ગણશો નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)