કોણ તને, વીંઝણો રે વીંઝશે, જ્યારે જગ છોડીને તો તું જાશે
કોણ ચીંધશે રે મારગ તને, એ અજાણ્યા પંથની વાટ તું પકડશે
ભૂખ્યો તરસ્યો થાશે રે જ્યારે, તને કોણ પ્યારથી પાણી પાશે
આવશે નીંદર જ્યારે રે તને, કોણ ખોળો પાથરી તને ઊંઘાડી દેશે
ચિંતાનો ભાર જીવનનો તારો કોણ ઉપાડશે, જગ છોડીને જ્યારે તું જાશે
એક દિવસ આંસુઓ તો પાડી, સહુ અહીંના અહીં તો રહી જાશે
યાદ છે જનમોજનમનાં તારાં માતપિતા સગાંસબંધીઓ, ના એનો મેળ મળશે
કોઈક જાતાં દુઃખી તું તો થયો, તારા જાતાં જીવનમાં કોઈક તો દુઃખી થાશે
આવી જગમાં બાંધ્યાં તો બંધન, તોડી એ બંધનો જાવું મુશ્કેલ બનશે
આ બધી ગડમથલમાં તો જીવનમાં, પ્રભુ એક ખૂણામાં તો ધકેલાઈ જાશે
પ્યાર હૈયાની કળીઓ ખીલવતો રહ્યો, પ્યાર દિલ પર મીઠો સિતમ ગુજારતો રહ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)