ઓઢયાં દિગંબરી વસ્ત્રો દિલમાં તો જેણે, એવા દિગંબરી દિલને
એવા દિગંબરી દિલને તો દિલમાં, કોઈ દિલથી તો અંતર નથી
હાવભાવમાંથી તો જેનાં, રહ્યાં સદા હેત, વરસતાં ને વરસતા
પ્રેમ શબ્દના સાચા અર્થ જીવનમાં જેણે જાણ્યા ને માણ્યા
જે દિલે તો દિલમાં, દિલથી પ્રભુને તો સદા નિહાળ્યા
જેના સૂરોમાં ચમકે છે એકતા, એકતા વિનાના બીજા સૂરો ના કાઢયા
મિલન કાજે તો જીવનમાં જેણે, ઉજાગરાઓ તો વેઠયા
જેનાં નયનોમાં નિર્મળતાનાં તેજ તો રહ્યાં ચમકતાં ને ચમકતાં
જેની ધડકને ધડકનમાંથી, સૂરો પ્રભુના રહે નીકળતા ને નીકળતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)