શું સાચું છે શું સાચું નથી, એ કોઈ સમજતું નથી એ વાત ખોટી છે
સમજે છે જીવનમાં તો બધા એ બધું, હૈયામાં હિંમત તો ઓછી છે
નથી કરવું જ્યાં, છે ત્યાં સત્તર બહાનાં, નાચવું નથી ત્યાં આંગણું વાંકું છે
વાસી ખાણું કોઈએ ખાવું નથી, નવું કરવાની તો કોઈ તૈયારી નથી
સાચું ખોટું સમજાણું નથી, ના કરવાનું બહાનું એમાં તો ગોત્યું છે
કોશિશો કર્યાં વિના સમજાતું નથી, નથી સમજાયું કહેવું ત્યાં સહેલું છે
વ્હાલા થવું છે સહુએ પ્રભુના, પ્રભુના થઈને તોય રહેવું નથી
પ્રેમ તો છે અમોઘ શસ્ત્ર સહુને દીધેલું પ્રભુએ, ઉપયોગ એનો કરવો નથી
શરીરે સાજા, મનના માંદા, જીવનમાં બહાર એમાંથી કોઈએ નીકળવું નથી
સ્પર્શે છે જ્યાં દુઃખ સહુને, ઇન્કાર થતો નથી, અન્યનું દુઃખ સમજી શકાતું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)