નયનોની ભાષા, નયનો જ્યાં ના સમજે, ઊભી થાય તકલીફ એમાં તો હૈયાને
પ્રેમના સંદેશા પહોંચ્યા હૈયાને, કરવી પડી સહન તો પીડા, એમાં તો હૈયાને
નયનોની દૃષ્ટિ તો જ્યાં નયનોમાં સમાણી, મચી ગઈ હલચલ એમાં તો હૈયાને
છૂટયાં જ્યાં તીરો, નયનોથી એમાં, ગઈ વીંધી એમાં, એ તો હૈયાને
લૂંટી લીધું સુખચેન તો હૈયાનું, દીધું બનાવી બેચેન એમાં તો હૈયાને
ચાહતું હતું હૈયું, હૈયાનું મિલન , દીધી રાહ બતાવી નયનોએ તો હૈયાને
હૈયું રૂએ ને પાડે આંસુ નયનો, પાડી પાડી આંસુઓ, ભીંજવી દીધું એણે હૈયાને
નયનો જુએ ને હૈયું સમાવે, તાણે દૃશ્યો એમાં ને એમાં, એ તો હૈયાને
ગમે ના જ્યાં નયનોને, કરી દે બંધ આંખો, છોડે ના પીછો તકલીફો તો હૈયાને
દ્વાર બનીને નયનો તો હૈયાનાં, પહોંચાડતાં રહે સંદેશા જગના એ તો હૈયાને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)