દર્દ તું છે સાચો સાથીદાર મારો, છેવટ સુધી સાથ તેં નિભાવ્યો
સુખ એને છોડયો સાથ જીવનમાં, તેં સાથ વિનાનો મને ના રાખ્યો
નીંદે પણ છોડયો સાથ મારો દર્દ જીવનમાં, વફાદારી તું ના ચૂક્યો
સંબંધ બાંધ્યો જીવનમાં એવો, કિસ્મતથી પણ તોડયો ના તૂટયો
અપાવે યાદ એ નિજની હસ્તીની, યાદ અપાવ્યા વિના નથી એ રહેતો
હશે કારણ ભલે એનાં જુદાં જુદાં, હૈયા સાથે સબંધ એ જાળવતો રહ્યો
હોય દર્દ ભલે તનનું, મનનું, હાજરી એની એ નોંધાવ્યા વિના નથી રહેતો
ખેંચતું રહે ચિત્ર એ સહુનું એમાં ને એમાં, ચિત્ત ખેંચ્યા વિના નથી રહેતો
કર્યું એક વાર ઘર જેણે તનમાં ને મનમાં, પીછો જલદી નથી એ છોડતો
કયા પ્રકારનું દર્દ જાગશે કોને ક્યારે જીવનમાં, ખુદ એ નથી કહી શકતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)