જીવ્યો જીવન જગમાં એવી રીતે, જગ તને તો શું કહેશે
જીવ જગમાં જીવન હવે તું એવી રીતે, પ્રભુ તને તો શું પૂછશે
કર્યાં વિચારો ને વિચારો રાખીને મધ્યમાં, જીવનમાં તો તેં તને
કર વિચાર હવે જીવનમાં તો, રાખીને પ્રભુને તો મધ્યમાં
સુખદુઃખના તો છે કર્તા તારાં કર્મો, જીવ ના જીવનદોષ પ્રભુનો કાઢીને
કર્મો આગળ બને જ્યારે નિઃસહાય તું, બોલાવજે પ્રભુને મદદે
બન્યું જીવન કાંટાળું તો તારું, દુર્ગુણો તો સંગ કરી કરીને
સોંપી ના ચિંતા દિલથી પ્રભુને, વેડફ્યું જીવન ચિંતા કરી કરીને
વસાવી હૈયામાં જ્યાં તો માયાને, ક્યાંથી વસાવીશ એમાં તું પ્રભુને
ચાહ્યું જગમાં બનવા તો સહુનું, રહ્યો ના જગમાં પ્રભુનો બનીને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)