ગોરી-કાળી ચામડી નીચે વહે છે રક્ત લાલ
માતા હોય કાળી-ગોરી, હૈયે વહે છે સરખું વહાલ
ઘઉં ઊગે, હોય જુદી જમીન, ગુણ રહે તેમાં સમાન
ચિંતા જાગે સર્વના હૈયે, એની અસર પડે મહાન
જુદા-જુદા નામે પોકારો પ્રભુને, શક્તિ સર્વમાં છે સમાન
નાનું-મોટું ભેદ નથી, નથી એકબીજાથી મહાન
ગુણો જાગશે જેવા જેને, તે લાગશે તેને મહાન
સર્વ ગુણોથી પર થઈને, ભજજો તમે ભગવાન
જો નામમાં શ્રદ્ધા નહીં હોય પૂરી, બનશે કોડી સમાન
શ્રદ્ધા ટકશે જ્યાં તમારી, થાશે ત્યાં તમારાં કામ
ભૂલી નાના-મોટા ભેદો, હૈયે સમાવી લેજો એક નામ
નામમાં ચિત્તને સ્થિર કરીને, ચિંતા છોડજો તમામ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)