મરેલા પાછળ વહાવ્યાં આંસુઓ ચોધાર, જીવતાનાં આંસુઓ લૂંછયાં કેટલી વાર
જીવતા કરી ના કદર જેની, રહ્યા આવતા જીવનમાં યાદ તો એ વારંવાર
આંસુંઓને બનાવો ના જીવનમાં તો તમાશા, વહાવતા પૂછજો દિલને તો એક વાર
દિલ ટકી રહ્યું છે જ્યાં આંસુઓ ના સહારે, ખેંચી લેજો ના એનો આધાર
હરી લઈ જીવનની ખારાશ, દઈ જાય છે, જીવનને તો એ મીઠાશ અપાર
બની જાય આંસુઓ જ્યાં જીવનનું મોતી, ધન્ય બની જાય જીવન જીવનાર
હરેક આંસુઓની છે કિંમત પોતાની, બની ના જાય વ્યર્થ આંસુઓ વહાવનાર
હસીખુશીથી મળ્યા જીવનમાં, મળવાનું હતું જીવનમાં એને જેટલી વાર
ના કોઈ કહીને આવ્યા, ના કોઈને તો કહીને તો જશે, તો જનાર
હતી લેણદેણ જેની તો જેની સાથે, રહ્યા ને મળ્યા સાથે તો એ જનાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)